એમ એમ ઘોડાસરા મહિલા કોલેજ જૂનાગઢ દ્રારા તા. 21 જૂન 2025 આંતરરાષ્ટ્રીય 11 માં યોગ દિવસ નિમિત્તે યોગ ઉત્સવનુ આયોજન કરવામાં આવેલું હતું. જેમાં વિવિધ ફેકલ્ટીના 275 જેટલી વિદ્યાર્થીની બહેનો, 60 જેટલા ભાઈઓ અને બહેનો સ્ટાફ મિત્રો તેમજ પટેલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી CA સવજીભાઈ મેનપરા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજવણી માં ઉત્સાહ ભેર ભાગ લઈ અને આસનો, પ્રાણાયામ ,પ્રાર્થના, શાંતિ મંત્ર ધ્યાન પ્રોટોકોલ મુજબ ડો. રેખાબેન કાછડીયા દ્રારા યોગ કરાવવામાં આવ્યા હતા. 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એમ. એમ. ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. ડી.એ.ડઢાણીયા સાહેબ યોગ વિશેનો માર્ગદર્શન તેમજ તેમની આછેરી ઝલક આપી હતી દરરોજ યોગા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમનો આયોજન ડો. રેખાબેન કાછડીયા તથા ડો. કવિબેન ઝાલાએ કર્યું હતું
